સ્ક્રીનનું વીડિયો રેકોર્ડિંગ ગમે ત્યારે, ગમે ત્યાં online




એ વેબ બેઝ્ડ સ્ક્રીન રેકોર્ડર છેજે તમારા કમ્પ્યુટર સ્ક્રીન પર થતી દરેક પ્રવૃત્તિને રેકોર્ડ કરે છે અને તે પણ રિયલ ટાઈમ ફ્રેમમાં. આ વેબસાઈટને ઉપયોગી એટલા માટે ગણી શકાયકારણ કે સૌપ્રથમ તો તે ફ્રી છે અને ઓનલાઈન. જેથી તેનો વેરએવર અને વેનએવર ઉપયોગ કરી શકાય. 'સ્ક્રીન ટોસ્ટર'ની ખાસિયતોનાં ગુણગાન ગાઈએ તો એકદમ યુઝર ફ્રેન્ડલી વેબસાઈટ છે,જેથી દરેક એક્ટિવિટી કરવામાં સરળતા રહે છે. વેબસાઈટ પર જઈને પહેલું જ મોટું બટન 'સ્ટાર્ટ રેકોર્ડિંગદેખાય છે જેને ક્લિક કરતા જ તમારું સ્ક્રીન રેકોર્ડિંગ શરૃ થઈ જશે. સૌથી રસપ્રદ વાત કરીએ તો આ સ્ક્રીન રેકોર્ડિંગને તમે .mov(મુવી) .swf (ફ્લેશ ફાઈલ)માં સેવ કરી શકો છોજે લગભગ દરેક કમ્પ્યુટરમાં ઓપન થઈ શકે છે. બોનસમાં વળીયુટયુબના રસિયાઓ માટે વીડિયોને સીધો વેબસાઈટ પરથી જ યુટયુબ પર અપલોડ કરવાની સુવિધા આપવામાં આવી છે. તમારા રેકોર્ડ થયેલા વીડિયોને તમે HD (હાઈ ડેફિનેશન) ક્વોલિટીમાં આ જ વેબસાઈટ પર સેવ અને ઇચ્છો ત્યારે તેને અન્ય સાથે શેઅર કરી શકો છો. આ ઉપરાંત વીડિયો સાથે જો તમારે સાઉન્ડ ઉમેરવો હોય ત્યાં Record Audioનું બટન આપેલું છેજેને ક્લિક કરતા જ તમારો રેકોર્ડ કરેલો વીડિયો ચાલુ થશે અને તે દરમિયાન તમારે સાઉન્ડ રેકોર્ડ કરવાનો રહેશે. જોકે હા,માઈક્રોફોન અને સ્પીકર સાથે રાખવા જરૃરી છે. વીડિયો રેકોર્ડિંગની સ્પીડને પણ તમે લેવલ મુજબ વધારી-ઘટાડી શકો છો. વેબકેમના ઓપ્શન દ્વારા તમે વીડિયોમાં તમે પોતે પણ વીડિયોમાં દેખાઈ શકો તેવી ફેસિલિટી આપેલી છેજેથી વીડિયો જોનાર તમારી ઈન્સ્ટ્રક્શન કે ચહેરો જોઈ શકે. અને અંતમા તમે વળીઆખા વીડિયોને સબ-ટાઈટલ્સ દ્વારા તેનું નામકરણ પણ કરી શકો છો.
બસતો સાઈટ લોગ-ઓન કરો અને તમારા કમ્પ્યુટરનું તમે જે પણ અન્યને બતાવવા ઇચ્છતા હોવ તેનું વીડિયો રેકોર્ડ કરી બિન્દાસ શેઅર કરો ગમે ત્યારે.
                                                                http://www.screentoaster.com/

0 comments: