ડીલીટ કરેલા યાહૂ મેલ પાછા મળી શકે
ટ્રેશ ફોલ્ડરમાંથી ડીલીટ કરેલા યાહૂ ઈ-મેલ પાછા મેળવવા હોય તો અહીં આપેલા સ્ટેપ્સને અનુસરો. સ્ટેપ-૧ : સૌ પ્રથમ તમારા યાહૂ ઈ-મેલ એકાઉન્ટમાં લોગ-ઇન થાવ. હવે ઈ-મેલને એક્સેસ કરવા માટે ડાબી બાજુના નેવિગેશન બારમાં મેલ-લિંક પર ક્લિક કરો. સ્ટેપ-૨ : ડાબી બાજુના નેવિગેશન બાર પર આવેલ ટ્રેશ આઇકન પર ક્લિક કરો. તે ડીલીટ કરેલા ઈ-મેલને પાછા લાવવામાં મદદ કરશે. સ્ટેપ-૩ : હવે તમે જે ઈ-મેલને રિકવર કરવા ઇચ્છો છો તેને શોધો. તમે બ્રાઉઝ કરીને પણ ઈ-મેલનું લિસ્ટ જોઈ શકો છો અથવા સર્ચ બારનો ઉપયોગ કરીને તેને શોધી શકો છો. આ ફોલ્ડરમાં ઈ-મેલ્સ તારીખ પ્રમાણે ગોઠવેલા હોય છે. આ તારીખ એ મેલ ડીલીટ કરેલી તારીખ નહીં પરંતુ ઓરિજિનલ રિસિવ કરેલ મેલની તારીખ હશે. સ્ટેપ-૪ : જે મેલને રિકવર કરવા માગો છે તેના ચેક બોક્ષ પર ક્લિક કરો. મૂવ બટનને પ્રેસ કરો અને એ ફોલ્ડરને (ઇનબોક્સ) સિલેક્ટ કરો જેમાં તમે ઈ-મેલ મૂવ કરવા માગો છે. ખાલી ટ્રેશ ફોલ્ડરમાંથી ડીલીટ કરેલા ઈ-મેલને પાછા મેળવવા માટે નીચેના સ્ટેપ્સને અનુસરો સ્ટેપ-૧ : યાહૂ મેલમાં ઈ-મેલ રિટ્રાઇવલ વેબપેજ પર જાઓ. સ્ટેપ-૨ : યાહૂની ગાઇડલાઇન્સને અનુસરો. ટ્રેશ ફોલ્ડરમાં ૨૪ કલાક પહેલાંના મેલ કવર કરેલા હોતા નથી. સ્ટેપ-૩ : તમે ઉપયોગ કરતાં હો તે યાહૂનું વર્ઝન સિલેક્ટ કરો. યાહૂ મેલ ક્લાસિક અથવા બીજાં નવાં યાહૂ મેલ જેનો ઉપયોગ કરતાં હો. સ્ટેપ-૪ : આપેલું ફોર્મ ભરો. તેમાં તમારાં નામ, ઈ-મેલ એડ્રેસ, ૨૪ કલાક પહેલાંના મેલની તારીખ અને ટાઇમ જે તમે રિસ્ટોર કરવા ઇચ્છો છો વગેરે બધું જ દર્શાવવાની જરૃર પડશે. હવે ટેકનિશ્યનને કમેન્ટ બોક્ષમાં જઈને એક અરજી લખો. જ્યારે આ બધી વિગત ભરાઈ જાય ત્યારે સબમિટ બટન પર પ્રેસ કરો. હવે યાહુ ટેકનિશ્યન તમને મેલ દ્વારા પ્રત્યુત્તર આપશે, જેમાં મેલનું પરિણામ દર્શાવ્યું હશે. |
0 comments:
Post a Comment