તમારું જીમેલ કોઈ બીજું તો નથી વાપરતું ને!


કદાચ ઓછાં લોકો જાણતાં હશે કે તમારા જીમેલ એકાઉન્ટનો ઉપયોગ જો કોઈ ચોરી-છુપીથી કરતું હોય અથવા તો હેક થયું હોય તો તે જાણવા ગૂગલે Last Login Activityનું અદ્ભુત ફિચર મૂકેલું છે.
જો તમારું જીમેલનું એકાઉન્ટ કોઈએ હેક કર્યુ હોય અથવા તો પાસવર્ડ ચોરીને તમારી જાણબહાર એકાઉન્ટ ચોરી-છૂપીથી ચેક કરતું હોય ત્યારે Last Login Activityના ફિચર દ્વારા તેને પકડી શકાય. જીમેલમાં લોગ-ઈન થયા બાદ ઈનબોક્સ પેજ ઉપર સૌથી નીચે Last Account Activity: 2 hours ago on this computer (આ પ્રકારનું લખાણ હોય છે) જેનાથી ખ્યાલ આવે છે કે તમારું એકાઉન્ટ કયા કમ્પ્યૂટર પરથી એક્સેસ કરવામાં આવ્યું છે. જો તમારા કમ્પ્યૂટર પરથી જ એકાઉન્ટ એક્સેસ થયું હશે તો તમને ‘on this computer’ બતાવશેઅને જો અન્ય કમ્પ્યૂટર પરથી થયું હશે તો જે-તે કમ્પ્યૂટરનું IP Address બતાવશે. ત્યાં જ તમે આ વિશેની વધુ માહિતી માટે Details પર ક્લિક કરી શકો છો. જેમાં નીચે મુજબની Recent Activity વિન્ડો ઓપન થશે.
Access Type: અહીં બ્રાઉઝરમોબાઈલ અથવા તો POP3 વગેરે જેવી માહિતી લખેલી હશે. જે બતાવે છે કે તમારું એકાઉન્ટ કયા માધ્યમ દ્વારા એક્સેસ થઈ રહ્યું છે. મોટા ભાગે સામાન્ય યુઝર બ્રાઉઝર દ્વારા જ ઈમેલ એક્સેસ કરતાં હોય છે. જો મોબાઈલ હોય તો સમજવું કે તેણે પોતાના અથવા અન્ય કોઈના મોબાઈલ દ્વારા તમારા ઈમેલ ચેક કર્યા હશે. તેવી જ રીતે જો આઉટલૂક કે અન્ય કોઈ ઈમેલ સોફ્ટ્વેર દ્વારા તમારા મેલ ડાઉનલોડ થતાં હશે તો ત્યાં POP3બતાવશે. જેથી તમને ખ્યાલ આવી શકે છે કયા માધ્યમ દ્વારા મેલ એક્સેસ થાય છે અને તમે ક્રોસ ચેક કરી શકો.
IP Address: અહીં જે તે જગ્યા પરથી એક્સેસ થયેલા કમ્પ્યૂટરનું IP Address બતાવે છે. જો તમે રેગ્યુલર તમારા કમ્પ્યૂટર પરથી જ ચેક કરતાં હશો તો તમારા કમ્પ્યૂટરનો જ આઈપી બતાવશે. તમારું IP Address નીચે દર્શાવેલું જ હોય છે. જો તમે અન્ય જગ્યાએથી એકાઉન્ટ એક્સેસ કર્યુ હોય અને તેનું IP Address ખ્યાલ ન હોય તો કેટલા સમય પહેલાં એક્સેસ કર્યુ હતું તેના પરથી એ જાણી શકાય. જો કે IP Addressની સાથે સાથે કયા દેશ અને રાજ્યમાંથી એક્સેસ થયું છે તેની માહિતી પણ અહીંયાં હોય છે.
Date / Time: આ બોક્સમાં ટાઈમઝોન પ્રમાણે લોકલ સમય બતાવે છે કે કેટલા વાગ્યે તેમ જ કેટલા સમય પહેલાં તમારું એકાઉન્ટ એક્સેસ કરવામાં આવ્યું હતું.
આ જોતાં જો તમને કંઈ પણ શંકાસ્પદ લાગે તો તમારો પાસવર્ડ તુરંત બદલી નાંખો. તેમ છતાં પણ તમારા ઈમેલ હેકિંગની પ્રવૃત્તિ ચાલુ રહે તો તેની જાણ ગૂગલને કરો. સો ફ્રોમ નાઉઓપન યોર આઈઝ એન્ડ બી સિક્યોર.

0 comments: