હવે ફેસબૂક પર એમબીએ

હવે તો ‘ધ સોશિયલ નેટવર્ક’ ફિલ્મ જોનારા સૌ જાણી ગયા છે કે ફેસબૂકનો સ્થાપક-સીઇઓ માર્ક ઝકરબર્ગ એમબીએ ડિગ્રીધારી નહીં બલકે કોલેજ ડ્રોપઆઉટ છે. પરંતુ એના આ ફેસબૂકનો ઉપયોગ કરીને હવે નેટરસિયાઓ ચેટિંગ કે સ્ટેટસ અપડેટ કરતાં કરતાં એમબીએની ડિગ્રી હાંસલ કરી શકે છે. વાત એવી છે કે ‘ધ લંડન સ્કૂલ ઓફ બિઝનેસ એન્ડ ગ્લોબલ એમબીએ’એ ફેસબૂકની એક એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફેસબૂક પરથી જ સો કોલ્ડ ‘ઇન્ટરનેશનલી રેકગ્નાઇÍડ એમબીએ’ કરવાની સુવિધા શરૂ કરી છે. ગયા મહિને લોન્ચ થયેલી આ સુવિધામાં ઓલરેડી ત્રીસ હજારથી પણ વધુ ઇચ્છુકો જોડાઇ ગયા છે.

અહીં વિદ્યાર્થીઓ લેકચર્સના વીડિયોઝ જોઇ શકશે, એકબીજા સાથે મટિરિયલ અને કવેરીની આપ-લે કરી શકશે અને ઇન્ટરએક્ટિવ ટેસ્ટ્સ પણ આપી શકશે. સ્થાપકોનું કહેવું છે કે અહીં માત્ર પરીક્ષાની જ ફી લેવાય છે. રસ ધરાવતી પાર્ટીઓ પોતાના હિસાબે અને જોખમે એની મુલાકાત લઇ શકે છ
 

 
 

0 comments: