loveeeeeeeee

Bye Bye Cruel World
તુટેલો કાચ ફરી જોડી સકાતો નથી,

વહેલુ આંસુ પાછુ લાવી સકાતુ નથી,

કહીને ભુલી ગયા છો બધુ આપ તો,
અમારાથી યાદોમાનુ કંઇ પણ ભુલાતુ નથી,

તુજના પ્રેમે બાંધી રાખ્યો છે એટલો,
કે છુટવા માંગુ હું પણ છુટી સકાતુ નથી,

મહેફિલોમા પણ એકલવાયુ જ લાગે છે,
તુજ વિના દિલ બીજે ક્યાંય લાગતુ નથી,

હ્રદયની દિવાલોમા તુજ નામ જ કોતરેલ છે,
ભુસવા ઇચ્છુ પણ તે ભુસાઇ સકાતુ નથી,

સ્વાસ રોકાયા પહેલા એક ઝલક દેખાડી જજે,
બેવફા જીન્દગીનો ભરોશો કરી સકાતો નથી .

Lonely Girl

હરઘડી પ્રેમનો એકરાર કરે છે લોકો,
સાથ જીવનભર ક્યાં આપે છે લોકો,

કહે છે તુજ વગર નથી જીવવુ હવે,
સમય આવ્યે જીવ ક્યાં આપે છે લોકો,

મંદીર મસ્જીદ જઇ ટેકવે છે માથા,
મનથી ત્યાં પણ ધ્યાન ક્યાં આપે છે લોકો,

પ્રેમને નામે રમે છે રમતો સરેઆમ,
ખરી સમજણ પ્રેમની ક્યાં આપે છે લોકો .
Lonely Girl

જુના એ દિવસો મને હજી પણ યાદ છે,
ભુલી ગઈ તુ કે પછી તને પણ યાદ છે.

કલાકો વિતાવતા પાળે પેલા દરીયા કિનારે,
મોજાના એ અવાજો તેના થકી થયેલા છાંટકણા,
ભીના હોવા છતા લાગતા કોરા મને તો યાદ છે,
ભુલી ગઈ તુ કે પછી તને પણ યાદ છે.

એ ઝાડના છાયડે બેસી કરતા પ્રેમ આલાપ,
એ કોયલનો કલબલાટ એ મોરનો ટહુકો,
કરતા સૌ આપણો સંગાથ મને તો યાદ છે,
ભુલી ગઈ તુ કે પછી તને પણ યાદ છે.

રિસાય જવુ અને મનાય જવુ કરતા ગમ્મત,
રડતા રડતા હસવુ ને હસતા હસતા રડવુ,
વખત વહી ગયો છતા મને તો યાદ છે,
ભુલી ગઈ તુ કે પછી તને પણ યાદ છે.



0 comments: