પ્રેમ મા પડશો નહી

(1)
બધે જ પડજો પણ પ્રેમ મા પડશો નહી,
ને જો પડો તો પછી રોડણાં રડશો નહી.
પ્રેમ જેવુ કઈ નથી, છે આ બધા લાગણીવેડા,
ઇશ્કની ગજ્ઞલનાં રવાડે ચડશો નહી.
પ્રેમિકા સુખેથી ખાતી હશે ગાજર નો હલ્વો,
ને તમે વીરહ્મા ભુખે મરતા હશો.
કામ કઢાવવાના નુશ્ખાં ગણા હોય છે,
દરેક મિઠા સ્મિત ને પ્રેમ ગણશો નહી,
ભણશો ને ગણશો તો જ શુખ પામશો,
નહિ તર પછી મફત મા પણ ખપશો નહી
(2)  આ છોકરીઓ ગજબની ચીજ છે !
આ છોકરીઓ ગજબની ચીજ છે !
છંછેડો એને તો સૂરજ છે કાળઝાળ
આઘેથી જુઓ તો ઇદ છે !આ છોકરીઓ …
આંખો જાણે કે એની હેલોજન લાઇટ,
અને નજરો જાણે કે એની ચાકુ,
બુક્કાની બાંધીને સ્કૂટર ચલાવે જાણે
ઘોડા પર ચંબલનો ડાકુ !
એક રીતે જુઓ તો સેલ્ફસ્ટાર્ટ આઇટમ
ને એક રીતે જુઓ તો કીક છે !આ છોકરીઓ …
ચહેરા પર ખીલ જોઇ અરીસાને ગાળ દે,
ને વાળ એના ખરતાં તો રોતી,
અંદર-અંદરથી એવી ચોળાયા કરતી કે
હું પેલા આવી તો ન્હોતી !
ચાલુ-બંધ ચાલુ-બંધ થાતી આ છોકરીઓ
જાણે કોઇ ઇલેકટ્રીક સ્વીચ છે !આ છોકરીઓ ….
એની કોઇ બહેનપણી સાથે હું બોલું
તો એને દિલ પડતાં ઉઝરડાં,
મારે તો શું ! હું તો હાંઇકે રાખું,
વગર દોરીના ફેરવું ભમરડાં !
રહેવા દે ભઇલા, એ એમ નહિ માને,
એને રાજી કરવાની એક રીત છે. આ છોકરીઓ …

0 comments: