most usye જેવાં કામગરાં સોફ્ટવેર્સ

  • લેપટોપ વાપરનારા મોટા ભાગના લોકોની એક કાયમની ફરિયાદ હોય છે તેમના માઉસ ટચપેડની. કશુંક પણ ટાઇપ કરવા જાવ અને ભૂલથી આંગળી કે હથેળી ટચપેડ પર ટચ થઈ જાય તો તરત અસર થાય સ્ક્રીન પર. આનો એક લાંબો ઉપાય કન્ટ્રોલ પેનલમાં જઈને ટચપેડને કામચલાઉ બંધ કરવાનો છે. ટૂંકો ઉપાય છે ટચફ્રી નામનું સોફ્ટવેર, જે તમે ટાઇપિંગ શરૂ કરો એટલે આપોઆપ ટચપેડને ઇનએક્ટિવ કરે છે અને ટાઇપિંગ બંધ કરો એટલે તરત ફરી એક્ટિવ કરે. ઉપયોગી લાગે છે? તો ડાઉનલોડ કરો અહીંથી :http://code.google.com/p/touchfreeze/

  • તમારા કામની ફાઇલ્સનો બેકઅપ રાખવા માટે આમ તો સીડી, ડીવીડી, પેનડ્રાઇવ, એક્સ્ટ્રા હાર્ડડિસ્ક વગેરે વગેરે ઘણા બધા ઉપાય છે, પણ સૌથી સહેલો ઉપાય કદાચ તમારી ફાઇલને ઇમેઇલ એકાઉન્ટમાં ચડાવી દેવાનો છે. આ કામ તમે ઇમેઇલમાં જઈને ફાઇલ અપલોડ કરીને કરી શકો, બીજો રસ્તો છે તમારા ફોલ્ડરમાં જઈને, જે તે ફાઇલ પર રાઇટ ક્લિક કરીને બેકઅપ ટુ ઇમેઇલ એવો કમાન્ડ આપવાનો! આ માટેનું સોફ્ટવેર http://backup2e.com/ પરથી મળશે. સોફ્ટવેર બાયડિફોલ્ટ જીમેઇલને અનુસરે છે, પણ બીજા ઇમેઇલમાં પણ બેકઅપ લઈ શકાશે. સોફ્ટવેર તમારા મેઇલનું યુઝરનેમ અને પાસવર્ડ માગશે, ભરોસો બેસે તો જ આગળ વધવું!

  • ફોનનંબર, એકાઉન્ટ નંબર, બર્થડે, અને ખાસ તો એનિવર્સરી વગેરે વગેરે ભૂલી જાવ છો? એવો કોઈ પણ સવાલ જેનો જવાબ ટચૂકડો હોય પણ યાદ રહેતો ન હોય, તેને મગજમાં કાયમ માટે ફિટ કરી દે એવું એક સોફ્ટવેર પણ કોઈ ભેજાબાજે બનાવ્યું છે. મેમરાઇઝર નામનું આ સોફ્ટવેર ડાઉનલોડ કરીને તમે તેમાં તમને પજવતા સવાલ-જવાબ ફિડ કરી દો પછી થોડા થોડા સમયે એ સોફ્ટવેર તમને એ જ સવાલના જવાબ પૂછશે! નાનાં-મોટાં સૌને મજા પડે ને કામ લાગે એવું આ સોફ્ટવેર ડાઉનલોડ કરી શકાશે અહીંથી :http://www.skynergy.com/memoriser.html


  • તમે ફોટોગ્રાફીના રસિયા છો? ડિજિટલ કૅમેરા ખરીદ્યો હશે તો રસિયા બન્યા વિના છૂટકો પણ નથી. સ્વાભાવિક છે કે તમે જાતભાતના અનેક સ્નેપ્સ લેતા રહેતા હશો. ક્યારેય એવો વિચાર આવ્યો છે કે એ બધા ફોટોઝ ભેગા કરીને એક સરસ ફિલ્મ બનાવી હોય તો કેવું? માત્ર સ્લાઇડશો નહીં, ઝૂમ-ઇન-આઉટ સાથેની મસ્ત ફિલ્મ! તમે જાતે બનાવી શકો છો ફોટોફિલ્મસ્ટ્રીપ નામના સોફ્ટવેરથી. વધુ વિગતો માટે પહોંચો અહીં : http://www.photofilmstrip.org/home.html

0 comments: