ચેટિંગમાં હજી શરૂઆત કરી હશે તો યાહૂ મેસેન્જર, એમએસએન, જીટોક વગેરે વગેરે મેસેન્જર સર્વિસ પર આમથી તેમ જમ્પિંગ કરતા હશો કેમ કે આપણે જે સર્વિસનો ઉપયોગ કરતા હોઈએ એ જ સર્વિસનો આપણા બધા જ મિત્રો ઉપયોગ કરતા હોય એવું જરૂરી નથી. આવી રીતે સર્વિસીઝ જમ્પ કરી કરીને થાક્યા હો તો સહેલો રસ્તો છે મીબો ટ્રાય કરવાનો. અહીં તમામ મેજર આઇએમ (ઇન્સ્ટન્ટ મેસેજિંગ!) નેટવર્ક પરના તમારા તમામ મિત્રોને એક બડીલિસ્ટમાં સામેલ કરી શકશો. કશું જ ડાઉનલોડ કે ઇન્સ્ટોલ કરવાનું નથી. ને બધું જ ફ્રી છે. મીબોની આ જ પ્રકારની વધુ કેટલીક સર્વિસ પણ છે, સીધા ચેટિંગમાં કૂદતાં પહેલાં એ બધું પણ જરા જોઈ લેજો.
0 comments:
Post a Comment