love ....shyari

(1)
નથી કોઈ સંબંધ,
છતાં પણ,
લાગે છે કે છે સંબંધ,
જન્મો જન્મથી આપણી વચ્ચે,
કેમ ઝૂકી રહ્યું છે,
કોમળ દિલ મારું !
તારા તરફ
ને,
કેમ ઢળી જાય છે શરમના ભારથી
આ પાંપણો તારી
જયારે,
ટકરાય છે નજરથી નજર
ખબર નહીં પણ
દોર કોઇ રેશમથી પણ નાજુક
બાંધી રહી છે આપણને કોઇ બંધનમાં
કયું છે આ બંધનનું નામ...?
(2)
મૌત ને મજાક માની, પ્રેમ ને બદનામ કરે છે
શૂલી પર આમ ચડી, શાને લોકો જીંદગી ને ધોખો આપે?
શ્વાસ ને આપી દઇ, પ્રેમ ને જૂલ્મી ઠેરાવે છે
અપ્સરા ની આશા મા,શાને લોકો જન્નત મા જવા માંગે?
હ્રુદય ને ચીરી ને, પ્રેમ ની તરસ છીપાવે છે
પોતના દેહ ને માણવા ને બદલે,શાને લોકો એને નશ્વર માને?
દોસ્ત જરા જીવી ને તો જો, પ્રેમ નો એહ્સાસ જ અદભુત છે
સાત જન્મ પણ ખુટી જશે, શાને લોકો મારી વાત ના માને?
(3)
જીવનના સવાલ હું રાખીશ જવાબ તમને અર્પણ,
ખાલી જામના પ્યાલા હું રાખીશ શરાબ તમને અર્પણ,
મિત્રતા કરી છે તમારી સાથે કોઇ રમત નથી કરી,
કાંટાઓની વેદના હું રાખીશ ગુલાબ તમને અર્પણ..
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ક્યાંક ધોધમાર વરસાદ વરસી જાય છે,
ક્યાંક એક બુંદની તરસ રહી જાય છે,
કોઇને મળે છે હજાર બહાના પ્રેમમાં,
તો કોઇ એક ચહેરા માટે તરસી જાય છે…….
(4)
1). જયારે પ્રેમ બોલવે ત્યારે ઍનું અનુસરણ કરો,નહિતર એનો રસ્તો ઘણો વિકટ અને વિષમ છે.
જ્યારે ઍની પાંખ તમને ઢાંકવા ઇચ્છે તો તમે આત્મસમપૅંણ કરી દો, પછી ભલે એ પાંખો
નીચે છુપાયેલી તલવાર તમને ઘાયલ કરે.... અને જ્યારે ઍ તમને કહે તો ઍમાં વિશ્વાસ
રાખો, ભલે ઍ અવાજ તમારા સ્વપ્નૉને તોડી નાખે..જેવી રીતે ઝઝાંવાત ઉપવનને ઉખાડી નાખે છે.
૨). જો પરિપૂણૅ પ્રેમ ઈચ્છતા હો તો વિયોગના અભ્યાસી બનવુ જ પડે.
૩). પ્રેમ વિશ્વાસમાંથી જન્મે છે.. આશા પર જીવે છે...અને ઉદારતામા અંત પામે છે.
૪). પ્રેમ આવે છે ત્યારે ધીમા પગલે આવે છે.. અને જાય છે ત્યારે સવૅસ્વ છીનવીને જાય છે.
૫). પ્રેમ ક્યારેય કોઈ માગણી કરતો નથી..દુઃખ લાગે તો માઠુ લગાડતો નથી..
ક્યારેય બદલો લેતો નથી...
૬). આંસુઑમાં પરોવાયેલો પ્રેમ સૌથી સુંદર હોય છે.
૭). આપણે જેમને પ્રેમ કરીઍ છીએ તેમના ધ્વારા જ હંમેશા છેતરઈઍ છીએ
0 comments:
Post a Comment